Tuesday, May 24, 2011

My Book Review by Shishir Ramavat

http://shishir-ramavat.blogspot.com/2011/05/blog-post.html

1 comment:

  1. મોદીનો રથ 'ને મંઝીલ

    ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની તૈયારી છે અને નવેમ્બર અંત કે પછી ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ચૂંટણી થશે અને અત્યારથી રાજકીય માહોલ ગરમ છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતીએ વિકાસ યાત્રા શરુ કરી ચૂંટણી પ્રચારની શરુઆત કરી દીધી છે અને આ વેળા મોદીએ એમનો ચૂંટણી વ્યૂૃહ નકકી કરી લીધો છે અને એમનું નિશાન છે કેન્દ્ર સરકાર પર હલ્લા બોલ. એના પરથી એવું પણ સ્પષ્ટ થાય છે કે મોદીના રથની મંઝીલ માત્રને માત્ર ગુજરાત નથી પણ હવે તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની ભૂમિકા નિભાવવા તૈયાર છે. પણ એમનો માર્ગ આસાન નથી. કારણ કે એનડીએમાં એકતા નથી. વાજપેયી વેળાએ એનડીએમાં ૨૩ પક્ષો હતા પણ અત્યારે માત્ર ૩ જ પક્ષ છે અને એમાં પણ એકતાનો અભાવ છે. નીતિશકુમાર એમના હરીફ તરીકે ઉભર્યા છે. અને હવે તો જેડીયુ ગુજરાતમાં પણ ચૂંટણી લડવાનો છે એટલે મોદી અને નીતિશની સીધી ટકકર ગુજરાતથી શરુ થશે. વળી શિવસેના પણ લડશે અને મુલાયમનો પક્ષ સપા પણ ઝુકાવવાનો છે. શિવસેના ગઇ ચૂંટણીમાં સફળ થઇ નહોતી. પણ સેનાના સુપ્રીમો બાળ ઠાકરેએ વડાપ્રધાન માટે સુષ્મા સ્વરાજ લાયક છે એવું નિવેદન કર્યું છે એ મોદી માટે સારા સમાચાર નથી. રહી વાત ગુજરાતની ચૂંટણીની તો આ વેળા જંગ રસપ્રદ થવાનો છે. મોદીએ ભલે કહ્યું કે ગુજરાતને ગુટખા મુકત કર્યું એમ કોંગ્રેસ મુકત કરવું છે પણ કોંગ્રેસ આ વેળા લડાયક મુડમાં છે અને પોઝીટીવલી ચૂંટણી લડી રહી છે. અને કોંગ્રેસ દ્વારા મતદારોને લોભાવવા જે જાહેરાતો થઇ એને જબ્બર સફળતા મળી એના કારણે ભાજપ સચિન્ત છે. ભાજપ્ને પહેલીવાર લાગ્યું છે કે આ તો આપણા આઇડીયા કોંગ્રેસે અમલમાં મુકયા. જો કે વિકાસ યાત્રા શરુ થતા જ મોદીઅે એક પછી લોકપ્રિય જાહેરાત શરુ કરી છે. મોદી હવે એમના પત્તા ખોલી રહ્યા છે. અને કેન્દ્ર સરકારનો ભ્રષ્ટાચાર અને ગુજરાતને કેન્દ્ર દ્વારા અન્યાયના મુદ્દા મુખ્ય છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જાહેરખબરનું યુદ્ધ જામ્યું છે. સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો અને પાક લગભગ નિષ્ફળ ગયાે, ઘાસચારા અને પીવાના પાણીની સમસ્યા સર્જાઇ એ કારણે ભાજપ પર ભીંસ વધી હતી. પણ પાછળથી સારો વરસાદ થતા ભાજપ્ને રાહત થઇ છે. ખેડૂતો અને લોકોનો ઉચાટ હળવો થયો છે. જો કેશુભાઇ ફેકટર કેટલું નુકસાન કરશે એ હજુ કળી શકાયું નથી પણ કેશુભાઇ ફેકટર સાૈરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં અસરકારક બનશે એવી ધારણા છે પણ અત્યારે કઇ કહેવું વહેલું ગણાય. હવે ઉમેદવારોની પસંદગી ઉપર બધો આધાર રહેશે. આ વેળા જ્ઞાતિવાદની બોલબાલા વધે એવી શકયતા છે. સમગ્રતયા આ ચૂંટણી અને તેના પરિણામો માત્ર ગુજરાત જ નહી પણ દેશના રાજકારણમાં અસરકર્તા નીવડશે. આખા દેશની મીટ ગુજરાતની ચંૂટણી પર છે. એના કેન્દ્રમાં નરેન્દ્ર મોદી લાગલગાટ ત્રણ ચૂંટણી જીત્યા છે અને વટભેર જીત્યા છે પણ આ વેળા પરિસ્થિતિ પહેલા જેવી નથી. કારણ કે આ વેળા માત્ર કોંગ્રેસ ભાજપ વચ્ચે લડાઇ નથી આ જંગ બહુકોણીયો બની ગયો છે.

    ReplyDelete